Skip to main content
Settings Settings for Dark

જાણીતા કૃષિ વૈજ્ઞાનિક એમ એસ સ્વામીનાથનને મળ્યો વિશ્વ કૃષિ પુરસ્કાર

Live TV

X
  • જાણીતા કૃષિ વૈજ્ઞાનિક અને પર્યાવરણવિદ્દ એમ એસ સ્વામીનાથનને પ્રથમ વિશ્વ કૃષિ સન્માન મળ્યું છે. ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ દિલ્હીમાં તેમનું સન્માન કર્યું છે.

    પ્રસિદ્ધ કૃષિ વૈજ્ઞાનિક અને પર્યાવરણવિદ્દ એમ એસ સ્વામીનાથનને પ્રથમ વિશ્વ કૃષિ પુરસ્કાર મળ્યો છે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂએ આજે દિલ્હીમાં એક સમારોહમાં એમ એસ સ્વામીનાથનને આ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. 

    હાલના સમયમાં સ્વામીનાથન સૌથી પ્રભાવશાળી કૃષિ અને પર્યાવરણ વૈજ્ઞાનિક છે. જે ભારતમાં ખાદ્ય સુરક્ષા માટે હરિત ક્રાંતિ લાવવામાં સક્રિય રહ્યાં હતા. જેનેટિક્સ, સાયટો-જેનેટિક્સ, રેડિએશન અને કેમિકલ મ્યુટોજેનેસિસ, ખાદ્ય અને જૈવ વિવિધતાના રક્ષણની દિશામાં શોધ માટે તેમની વિશ્વભરમાં ઓળખ છે. 

    એમએસ સ્વામિનાથનને યુનાઇટેડ નેશન્સ એનવાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા ફાધર ઓફ ઇકોનોમિક ઇકોલોજીનો દરજ્જો આપવામાં આવ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply