Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7-8 ફેબ્રુઆરી 2026ના રોજ મલેશિયાના પ્રવાસે

Live TV

X
  • આ પ્રવાસ દરમિયાન મલેશિયાના પ્રધાનમંત્રી સાથે અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7-8 ફેબ્રુઆરી 2026ના રોજ મલેશિયાના પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન મલેશિયાના પ્રધાનમંત્રી સાથે અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ભારતીય વિદેશ મંત્રાલય અનુસાર મલેશિયાના પ્રધાનમંત્રી દાતો સેરી અનવર ઈબ્રાહિમના આમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મલેશિયા જઈ રહ્યા છે. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ ત્રીજી અધિકૃત યાત્રા હશે અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય સમુદાયના સભ્યો સાથે ઉદ્યોગ તથા વેપાર પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે. ઉપરાંત ભારત-મલેશિયાની 10મી સીઈઓ ફોરમનું આયોજન કરવામાં આવશે. ભારત અને મલેશિયા ઘણા લાંબા સમયથી ઐતિહાસિક અને સાંસ્કૃતિક બાબતો પર આધારિત બાબતો પર મિત્રતા કેળવી રહ્યોા છે. મલેશિયામાં 29 લાખથી વધુ ભારતીય પ્રવાસનો સમુદાય ઉપસ્થિત હોવાથી ભારત અને મલેશિયાના સંબંધો મજબૂત બન્યા છે. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મલેશિયા પ્રવાસથી બંને દેશો ને વેપાર, રોકાણ, રક્ષા અને સમુદ્રી સહયોગથી લઈને ડિજિટલ તથા નાણાકીય પ્રૌદ્યોગિકી, ઊર્જા, આરોગ્ય સેવા, શિક્ષા, સંસ્કૃતિ, પ્રવાસની સમીક્ષા કરવાનો અવસર મળી રહ્યો છે. ઉપરાંત પારસ્પરિક લાભ માટે ભવિષ્યમાં સહયોગ જળવાઈ રહે તેની રૂપરેખા બનાવવાની તક મળી રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
apply