Skip to main content
Settings Settings for Dark

આજથી લોકસભામાં કેન્દ્રીય બજેટ 2026-27 પર ચર્ચાની શરૂઆત થશે

Live TV

X
  • સાંસદો લોકહિત સાથે જોડાયેલા મહત્ત્વના મુદ્દાઓ ગૃહ સમક્ષ રજૂ કરશે

    સંસદના બજેટ સત્રમાં આજથી લોકસભામાં કેન્દ્રીય બજેટ 2026-27 પર ચર્ચાની શરૂઆત થશે. આ સાથે જ બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર રજૂ કરવામાં આવેલા આભાર પ્રસ્તાવ પરની ચર્ચા પણ આગળ વધારવામાં આવશે. બંને ગૃહોમાં આજે પ્રશ્નકાળ દરમિયાન વિવિધ મંત્રાલયોને લગતા મહત્ત્વના પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે શૂન્યકાળમાં સાંસદો લોકહિત સાથે જોડાયેલા મહત્ત્વના મુદ્દાઓ ગૃહ સમક્ષ રજૂ કરશે.

    લોકસભાની કાર્યવાહી ત્રીજા દિવસે પણ સ્થગિત રહી હતી. રાષ્ટ્રપતિના અભિભાષણ પણ ચર્ચા દરમિયાન કોંગ્રેસ, ડીમકે, તૃણમૂલ કોંગ્રેસ તથા અન્ય વિપક્ષી દળોએ અમેરિકા-ભારત વેપાર સમજૂતી બાબતે સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી. જેના કારણે સદનની કાર્યવાહી 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સદનની ગરિમા જાળવી રાખવા માટે આગ્રહ કર્યો હતો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલે ભારત-અમેરિકા વેપાર સમજૂતી બાબતે જણાવ્યું હતું કે, ભારત કૃષિ અને ડેરી જેવા સંવેદનશીલ ક્ષેત્રોમાં પોતાના હિતનું રક્ષણ કરવામાં સફળ રહ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
apply