Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે "ભારત ટેક્સી"ની કરશે શરૂઆત

Live TV

X
  • કેન્દ્રીય ગૃમંત્રી અમિત શાહ આજે ભારતની પહેલી ટેક્સી સર્વિસ "ભારત ટેક્સી"ની શરૂઆત કરશે. જે સહકારથી સમૃદ્ધિના વિઝનની દિશામાં સરકારનું મહત્વપૂર્ણ પગલું છે.

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ભારતના પહેલી સહકારી રાઈડ-હેલિંગ પ્લેટફૉર્મ ભારત ટેક્સીનો શુભારંભ કરાવશે. સહકારી ક્ષેત્રને મજબૂત કરવા અને દેશમાં સર્વસમાવેશી, નાગરિક-કેન્દ્રીય પરિવહનને પ્રોત્સાહન આપવા માટે આ એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાશે. સહકારિતા મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પ્લેટફોર્મ સારથી કહેવાતા ડ્રાઈવરોને માલિકી, સંચાલન અને મૂલ્ય નિર્માણના કેન્દ્રમાં રાખશે. ભારત ટેક્સી શૂન્ય કમિશન અને કોઈ પણ વધારાના શુલ્ક વગરના પ્રાઇસિંગ મોડલ પર કામ કરશે. જેનાથી ડ્રાઈવરોને સીધો આર્થિક લાભ થશે. મંત્રાલયે જણાવ્યું કે, આ પ્લેટફોર્મ આરોગ્ય વીમો, અકસ્માત વીમો, નિવૃત્તિ, બચત અને સમર્પિત ડ્રાઈવર સહાય પ્રણાલીના માધ્યમથી સામાજિક સુરક્ષાને પ્રાથમિકતા આપે છે. બાઈક દીદી જેવી પહેલ અમલમાં મૂકવામાં આવી રહી છે. જે હેઠળ અત્યાર સુધીમાં 150થી વધુ મહિલા ડ્રાઈવરો ભારત ટેક્સી સાથે જોડાઈ ચૂકી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
apply