Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી UPમાં શ્રી કલ્કી ધામ મંદિરનો કરશે શિલાન્યાસ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સંભલ જિલ્લામાં શ્રી કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કરશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સંભલ જિલ્લામાં શ્રી કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કરશે. આ પવિત્ર પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી કલ્કિ ધામ મંદિરના મોડલનું પણ અનાવરણ કરશે અને સભાને સંબોધશે. શ્રી કલ્કિ ધામનું નિર્માણ શ્રી કલ્કિ ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના અધ્યક્ષ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે. 

    આ કાર્યક્રમમાં અનેક સંતો, ધર્મગુરુઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જે બાદ પ્રધાનમંત્રી UP ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-2023 દરમિયાન પ્રાપ્ત થયેલા રોકાણ દરખાસ્તો માટેના ચોથા ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહમાં રૂપિયા 10 લાખ કરોડથી વધુની કિંમતની 14 હજાર પરિયોજનાઓનો શુભારંભ કરશે. આ પરિયોજનાઓ મેન્યુફેક્ચરિંગ, રિન્યુએબલ એનર્જી, આઈટી અને આઈટીઈએસ, ફૂડ પ્રોસેસિંગ, હાઉસિંગ અને રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી, એન્ટરટેઈનમેન્ટ અને એજ્યુકેશન જેવા ક્ષેત્રો સાથે સંબંધિત છે. આ કાર્યક્રમમાં જાણીતા ઉદ્યોગપતિઓ, ટોચની વૈશ્વિક અને ભારતીય કંપનીઓના પ્રતિનિધિઓ, રાજદૂતો અને ઉચ્ચ કમિશનરો અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનો સહિત લગભગ 5 હજાર સહભાગીઓ હાજરી આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply