પ્રધાનમંત્રી પાક વિમા યોજનામાં વર્ષ 2021-22 માટે રુ.16 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી
Live TV
-
કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી પાક વિમા યોજનામાં વર્ષ 2021-22 માટે 16 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. કૃષિ મંત્રાલયે જણાવ્યું છે કે, વધુ ફાળવણીનાં લીધે વધુ ખેડૂતોને પાક વીમા યોજનાનો લાભ મળશે. સરકારે આ વર્ષે પાક વીમા યોજના માટે બજેટમાં ત્રણ અબજ પાંચ કરોડ રૂપિયા વધુ ફાળવીને કૃષિ ક્ષેત્રનાં વિકાસ માટેની પ્રતિબદ્ધતા દર્શાવી છે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2016માં શરૂ કરાયેલી આ પાક વીમા યોજનામાં વાવણી પહેલાનાં તબક્કાથી લઈને લણણી સુધીનાં બધા જ તબક્કામાં વિપરીત ઋતુનાં લીધે થનાર નુકસાન સામે ખેડૂતોને વીમા કવચ આપવામાં આવ્યું છે. કૃષિ મંત્રાલયે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે જરૂરિયાત મુજબ આ પાક વીમા યોજનામાં ફેરફારો કર્યા છે.
