Skip to main content
Settings Settings for Dark

મધ્યપ્રદેશમાં મુસાફરો ભરેલી બસ નહેરમાં ખાબકી, 45 મૃતદેહો બહાર કઢાયા

Live TV

X
  • મધ્યપ્રદેશના સીધીમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. રીવા-સીધી બોર્ડર નજીક સવારે 8 વાગ્યા આસપાસ આ દુર્ઘટના સર્જાઈ હતી. ચૂહિયાઘાટી નજીક મુસાફરોથી ભરેલી બસ નહેરમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 45 મૃતદેહો બહાર કાઢવામાં આવી ચુક્યા છે. ઘટના સ્થળે SDRFની ટીમ રાહત અને બચાવ કામગીરી માટે જોડાઈ ચુકી છે.

    દુર્ઘટના બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાને અધિકારીઓ પાસેથી સમગ્ર જાણકારી લીધી અને બાણસાગર ડેમથી નહેરમાં પાણી રોકવા માટેના આદેશ આપ્યા. જેથી નહેરમાં પાણીનું સ્તર ઓછું થાય અને બચાવકાર્ય ઝડપથી થઈ શકે. મધ્યપ્રદેશ સરકારે મૃતકોના પરિવારજનો માટે 5 લાખના વળતરની પણ જાહેરાત કરી છે જયારે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે, જ્યારે ગંભીરરૂપથી ઘાયલ થયેલા લોકોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply