દેશમાં 50 વર્ષથી વધુ વય ધરાવતા આશરે 26 કરોડ નાગરિકને આવતા મહિનાથી કોવિડની રસી આપવાની કામગીરી હાથ ધરાશે
Live TV
-
સમગ્ર દેશમાં 50 વર્ષથી વધુ વય ધરાવતા આશરે 26 કરોડના ગરિકને આવતા મહિનાથી કોવિડની રસી આપવાની કામગીરી હાથ ધરાશે. કેન્દ્રિય આરોગ્યમંત્રી હર્ષવર્ધને ગઇકાલે પત્રકારો સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું. દરમિયાન અત્યાર સુધીમાં 87 લાખ, 20 હજારથી વધુ લાભાર્થીઓને કોવીડની રસી આપવામાં આવી છે.
દેશમાં કોવિડથી સાજા થવાનો દર 97.32 ટકા થયો છે.છેલ્લા 24 કલાકમાં કોવીડના 11 હજાર 576 દર્દીઓ સાજા થતા કોવીડને માત આપનારની સંખ્યા વધીને એક કરોડ 6 લાખ 30 હજાર 892 થઇ છે.આજ સમયગાળામાં કોવીડના નવા 9 હજાર 121 કેસ નોંધાતા કોવીડના કુલ કેસની સંખ્યા એક કરોડ, 9 લાખથી વધુ થઈ છે.અત્યારે કોવીડના એકટીવ કેસની સંખ્યા એક લાખ 36 હજાર 872 છે.છેલ્લા 24 કલાકમાં કોવીડના 81 દર્દીઓના મોત થતા કોવીડના લીધે મૃત્યુ પામનારની સંખ્યા વધીને એક લાખ, 55થી વધુ થઈ છે.
