પ્રધાનમંત્રી પૂર્વોતરમાં આસામ, અરૂણાચલ પ્રદેશ, સહિતના રાજ્યોમાં કુલ 55, હજાર કરોડની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વોતરના વિકાસનો માર્ગ મોકળો કરતા આજે આસામ, અરૂણાચલ પ્રદેશ, સહિતના વિવિધ રાજ્યોમાં કુલ 55, હજાર કરોડની વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરશે. જે પૈકી પ્રધાનમંત્રી આસામમાં18 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. જેમાં શિવસાગરમાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તથા ગુવાહાટીમાં હેમેટો-લિમ્ફોઇડ સેન્ટર સામેલ છે. તેમજ દિગ્બોઇ રિફાઇનરીની ક્ષમતા વધારીને દર વર્ષે મિલિયન મેટ્રિક ટન કરવા સહિત ઓઇલ અને ગેસ ક્ષેત્રની મહત્ત્વપૂર્ણ યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે. જે રોજગારી માટે પણ મહત્વની મનાય છે તેમજ તિનસુકિયામાં નવી મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું લોકાર્પણ કરશે. સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 8.450 કરોડના ખર્ચે બનેલા 5.5 લાખ આવાસોનું ઉદ્ધાટન કરશે. તો આસામના અહોમ સામ્રાજયના રોયલ આર્મીના સેનાપતિ લાચિત બોર્ફુકનની 125 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરશે.
આ પ્રોજેક્ટ લચિત બોરફૂકનની બહાદુરીની ઉજવણી અને તેમના વિશે જાગૃતિ લાવવાનો એક પ્રયાસ છે. તેનાથી પર્યટનને પણ પ્રોત્સાહન મળશે અને રોજગારીની તકોનું સર્જન થશે.
