પ્રધાનમંત્રી મોદીએ મધ્યપ્રદેશને 4,000 કરોડ રુ. થી વધુના વિકાસ કાર્યોની આપી ભેટ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશની મુલાકાતે છે. પ્રધાનમંત્રી મોદીએ સાગર જિલ્લામાં આવેલા સંત શિરોમણી ગુરુદેવ રવિદાસ સ્મારક સ્થળનું ભૂમિપૂજન કર્યું હતું. આ સ્મારકનું નિર્માણ રૂ. 100 કરોડથી વધુના ખર્ચે 11.25 એકરમાં કરવામાં આવશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ મધ્યપ્રદેશને વિકાસ કાર્યોની ભેટ આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ રૂ. 4 હજાર કરોડથી વધુ રકમના Rail અને Road પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને લોકાર્પણ પણ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ 1 હજાર 580 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનારી બે માર્ગ યોજનાઓનું ભૂમિપૂજન કર્યું હતું.
