Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદીએ 'મન કી બાત'માં સ્વચ્છ ભારત મિશન વિશે વાત કરતા 'પ્રોજ્ક્ટ સુરત'ની કરી પ્રસંશા

Live TV

X
  • પ્રધાનમંત્રી મોદીએ અંબાજીના ભાદરવી પુનમના મેળાનો ઉલ્લેખ કરી ત્યાં ચલાવવામાં આવેલા સફાઈ અભિયાનની પણ પ્રસંશા કરી હતી.

    પ્રધાનમંત્રી મોદીએ મન કી બાતમાં દેશને સંબોધતા કહ્યુ હતુ કે, મારા પરિવારજનો, ‘સ્વચ્છ ભારત’ હવે તો સમગ્ર દેશનો પ્રિય વિષય બની ગયો છે, મારો તો પ્રિય વિષય છે જ અને મને તેની સાથે જોડાયેલા કોઇ સમાચાર જેવા મળે છે, ત્યારે મારું મન તે તરફ ચાલ્યું જ જાય છે, અને સ્વાભાવિક છે, પછી તો તેને ‘મન કી બાત’ માં જગ્યા મળી જ જાય છે. સ્વચ્છ ભારત અભિયાને સાફસફાઇ અને સાર્વજનિક સ્વચ્છતા સંદર્ભે લોકોની વિચારધારાને બદલી નાંખી છે. આ પહેલ આજે રાષ્ટ્રીય ભાવનાનું પ્રતિક બની ચૂકી છે, જેને કરોડો દેશવાસીઓના જીવનને વધુ સારું બનાવ્યું છે. આ અભિયાને અલગ-અલગ ક્ષેત્રના લોકો, વિશેષરૂપે યુવાઓને સામૂહિક ભાગીદારી માટે પ્રેરિત કર્યું છે. આવો જ એક સહારનીય પ્રયાસ સુરતમાં જોવા મળ્યો છે. યુવાઓની એક ટીમે અહીં ‘પ્રોજેક્ટ સુરત’ ની શરુઆત કરી છે. તેનું લક્ષ્ય સુરતને એક એવુ મોડેલ શહેર બનાવવાનું છે, જે સફાઇ અને ટકાઉ વિકાસનું શ્રેષ્ઠ ઉદાહરણ બને. ‘સફાઇ સન્ડે’ ના નામથી શરૂ થયેલા આ પ્રયાસ હેઠળ સુરતના યુવાનો પહેલાં સાર્વજનિક જગ્યાઓ અને ડુમાસ બીચની સફાઇ કરતાં હતા. પછી તે લોકો તાપી નદીના કિનારાની સફાઇમાં પણ પૂરી ધગશથી લાગી ગયા અને તમને જાણીને આનંદ થશે, જોતજોતામાં તેની સાથે જોડાયેલા લોકોની સંખ્યા, 50 હજારથી વધુ થઇ ગઇ છે. લોકોથી મળેલા સમર્થનથી ટીમનો આત્મવિશ્વાસ વધ્યો, જે પછી તેમણે કચરો એકઠો કરવાનું કામ પણ શરૂ કર્યું. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ટીમે લાખો કિલો કચરો હટાવ્યો છે. જમીન સ્તર પર કરવામાં આવેલા આવા પ્રયાસો, ખૂબ જ મોટો બદલાવ લાવનારા હોય છે.

    એટલુ જ નહીં પરંતુ પ્રધાનમંત્રી મોદીએ અંબાજીમાં યોજાતા ભાદરવી પનમના મેળાનો પણ ઉલ્લેખ કરી ત્યાં ચલાવવામાં આવેલા સ્વચ્છતા અભિયાનની પ્રસંશા કરતા કહ્યુ કે, સાથીઓ, ગુજરાતથી જ એક વધુ જાણકારી મળી છે. કેટલાક સપ્તાહ પહેલાં ત્યાં અંબાજીમાં ‘ભાદરવી પૂનમના મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં 50 લાખથી વધુ લોકો આવ્યા હતા. આ મેળો દર વર્ષે યોજાય છે. તેની સૌથી મોટી વાત એ રહી કે, મેળામાં આવેલા લોકોએ ગબ્બર ટેકરીના એક મોટા હિસ્સામાં સફાઇ અભિયાન ચલાવ્યું. મંદિરોની આસપાસના સમગ્ર ક્ષેત્રને સ્વચ્છ રાખવાનું આ અભિયાન ખૂબ જ પ્રેરણાદાયી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply