પ્રધાનમંત્રી મોદીએ લખનઉમાં આયોજીત કૃષિ કુંભ 2018નું ઉદ્દઘાટન કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખનઉમાં આયોજીત કૃષિ કુંભ 2018નું વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્દઘાટન કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખનઉમાં આયોજીત કૃષિ કુંભ 2018નું વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્દઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ ખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે અહીં આવેલ ખેડૂતને ઉત્પાદન સાથે ગુણવત્તા સુધારવામાં મદદ મળશે. ખરીફ સિઝન પુરી થવા આવી છે ત્યારે દેશભરની મંડીમાં દાળ-કઠોળ સહિત તમામ ખરીદદારી શરૂ થઇ છે જે માટે પ્રદેશમાં વ્યાપક પ્રબંધ કરાયો છે અને ખેડૂતોને નવા ટેકાના ભાવ મળી રહ્યા છે. અહીં કૃષિક્ષેત્રના નિષ્ણાતો વિવિધ મુદ્દે મંથન કરશે. જમીનની ફળદ્રુપતા વધારવા અને ખાતરનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કરવો તે અંગે અહીં ચર્ચા કરાશે. આ કૃષિ કુંભમેળો 28 ઓકટોબર સુધી ચાલશે જેનો ફાયદો સમગ્ર દેશના ખેડૂતને મળશે.
