Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદીએ હિન્દુસ્તાન એરોનોટિક્સ લીમીટેડની મુલાકાત દરમિયાન તેજસ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરી

Live TV

X
  • પ્રધાનમંત્રી મોદી પોતાના આ પ્રવાસમાં તેજસ સહિત ત્યાં તૈયાર થતા તમામ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની પણ સમીક્ષા કરી હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બેંગલુરૂના પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ તેજસ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરી હતી. જેની તેમણે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વિટ કરી જાણકારી આપી હતી. બેંગલુરૂમાં પ્રધાનમંત્રીએ હિન્દુસ્તાન એરોનોટિક્સ લીમીટેડની મુલાકાત લીધી હતી તેમજ પ્રધાનમંત્રી મોદી પોતાના આ પ્રવાસમાં તેજસ સહિત ત્યાં તૈયાર થતા તમામ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની પણ સમીક્ષા કરી હતી. HALની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી તમામ નિર્માણ કાર્યોનું સ્થળ નિરીક્ષણ પણ કર્યું. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર સ્વદેશી રક્ષા ઉત્પાદનો પર ભાર આપી રહી છે. સ્વદેશી ઉત્પાદન કરતી સંસ્થાઓને પણ પ્રધાનમંત્રી પ્રોત્સાહન આપી રહ્યા છે. તેને જોતા વિશ્વના કેટલાક દેશોએ ભારત પાસેથી સૌથી હલકુ ફાઈટર જેટ તેજસ ખરીદવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે.

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply