ભારતને કાપડ ઉત્પાદન અને નિકાસ માટે વૈશ્વિક હબ બનાવવાના સરકારના વિઝનને સાકાર કરવા PM MITRA પાર્ક એક મોટું પગલું છે - મુળુ બેરા
Live TV
-
ગુજરાતમાં ટૂરિઝમ એન્ડ હોસ્પિટાલિટી, આઈટી અને આઈટીઈએસ, સેમિકન્ડક્ટર, ઈલેક્ટ્રોનિક્સ, એરોસ્પેસ એન્ડ ડિફેન્સ, બાયોટેક્નોલોજી, અને કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં સહયોગ અને સહકારના ક્ષેત્રોમાં રોકાણ વધવા સાથે રોજગારીની તકો પણ વધે તે માટે 24 નવેમ્બરે ગુવાહાટીમાં વાઈબ્રન્ટ ગુજરાત હેઠળ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મૂળુ બેરાની અધ્યક્ષતામાં એક રોડ શો અને ઉદ્યોગપતિ સાથેની સમિટ યોજવામાં આવી હતી. જેમાં ગુજરાતના વિકાસ અંગે વાત કરતા મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યુ કે, વાઈબ્રન્ટ સમિટે ગુજરાતના ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ જેમ કે ગિફ્ટ સિટી, ધોલેરા, પીએમ મિત્રા પાર્ક, માંડલ બેચરાજી અને પીસીપીઆઈઆર જેવા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન્સમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું, "ભારતને કાપડ ઉત્પાદન અને નિકાસ માટે વૈશ્વિક હબ બનાવવાના સરકારના વિઝનને સાકાર કરવા PM MITRA પાર્ક એક મોટું પગલું છે."
