પ્રધાનમંત્રી 26મી તારીખે "મન કી બાત" કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની આ એકસો સાતમી કડી હશે. આકાશવાણી પરથી હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરવામાં આવશે. એવી જ રીતે, રવિવારે રાત્રે 8 વાગે આકાશવાણીના કેન્દ્રો ઉપરથી આ ભાવાનુવાદનું પુનઃપ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, આકાશવાણી વેબસાઈટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. ઉપરાંત આકાશવાણી, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
