પ્રધાનમંત્રી મોદીના હસ્તે આજે ખેડૂતોને મોટી ભેટ
Live TV
-
પ્રધાનમંત્રી મોદીના હસ્તે આજે ખેડૂતોને મોટી ભેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ખેડૂતોને મોટી ભેટ આપશે. અને ભારતીય કૃષિ સંશોધન સંસ્થામાં 61 પાકની ઉચ્ચ ઉપજ આપતા 109 પ્રકાર બહાર પાડશે. આ દરમિયાન પ્રધાનમંત્રી ખેડૂતો તેમજ વિજ્ઞાનીઓ સાથે વાતચીત પણ કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જણાવાયું હતું કે, આ 109 પ્રકાર જળવાયુને અનુકૂળ તેમજ બાયોફોર્ટિફાઇડ છે. ખેતરમાં ઉગતા 34 પાકો પૈકી અને 27 બાગાયતી પાકો ઉગાડવામાં આવે છે. ખેતરોમાં ઉગાડવામાં આવતા પાકમાં બાજરી, તેલીબિયાં, કઠોળ, શેરડી, કપાસ અને અન્ય પાકોનો સમાવેશ થાય છે. તો બાગાયતી પાકમાં ફળો, શાકભાજી, મસાલા, ફૂલો અને ઔષધીય પાકની વિવિધ પ્રજાતિનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રીએ હંમેશા ટકાઉ ખેતી અને આબોહવા પરિવર્તન અનુકૂળ પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કર્યા છે. તેમણે ભારતને કુપોષણ મુક્ત બનાવવા માટે વિવિધ સરકારી કાર્યક્રમો જેમ કે મધ્યાહન ભોજન, આંગણવાડી વગેરે સાથે જોડીને પાકની બાયો-ફોર્ટિફાઇડ જાતોને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂક્યો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, આ પગલાં ખેડૂતો માટે સારી આવક સુનિશ્ચિત કરશે અને તેમના માટે ઉદ્યોગસાહસિકતાના નવા રસ્તાઓ ખોલશે. ઉચ્ચ ઉપજ આપતી 109 જાતો બહાર પાડવાનું આ પગલું આ દિશામાં એક બીજું પગલું છે.
