Skip to main content
Settings Settings for Dark

પ. બંગાળમાં મહિલા ડોક્ટરની હત્યાના વિરોધમાં કોલકતાથી લઈ દિલ્હી સુધી ડોક્ટરોનું વિરોધ પ્રદર્શન

Live TV

X
  • પ. બંગાળમાં મહિલા ડોક્ટરની હત્યાના વિરોધમાં કોલકતાથી લઈ દિલ્હી સુધી ડોક્ટરોનું વિરોધ પ્રદર્શન

    પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા દોષિતો પકડવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને જણાવ્યું હતું કે, જો દોષિતોને પકડીને કામગીરી કરવામાં નહીં આવે તો દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તો કોલકાત્તામાં મોટી સંખ્યામાં નર્સ રસ્તા પર ઉતરી હતી. અને ન્યાયની માંગણી સાથે વિરોદ પ્રદર્શન કર્યું હતું. તેમજ અન્ય વિપક્ષી દળોએ પણ ચક્કાજામ કરવાની ચેતવણી આપી છે. IMA દ્વારા કાર્યસ્થળે ચિકિત્સકો અને ખાસ તો મહિલાઓની સુરક્ષા માટે પગલાં લેવાની રજૂઆત કરવામાં આવી છે તેમજ આ ઘટનામાં નિષ્પક્ષ અને સમયસર તપાસ કરવાની માંગણી પણ કરી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
apply