પ્રધાનમંત્રી મોદીના હસ્તે નવી દિલ્હીમાં કર્તવ્ય ભવન-3નું ઉદ્ઘાટન
Live TV
-
પ્રધાનમંત્રી મોદીના હસ્તે નવી દિલ્હીમાં કર્તવ્ય ભવન-3નું ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે કર્તવ્ય ભવન-3નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેમણે એક જાહેર કાર્યક્રમને પણ સંબોધિત કરશે. પરિવર્તિત સેન્ટ્રલ વિસ્ટાના ભાગરૂપે તૈયાર કરાયેલું આ ભવન, સરકારી વહીવટી પ્રક્રિયાઓને વધુ સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ બનાવવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યું છે.
કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરના જણાવ્યા અનુસાર, આ ભવનમાં વિદેશ અને ગૃહ વિભાગ સહિત કુલ છ વિભાગોના કાર્યો એકીકૃત રીતે ચલાવવામાં આવશે. આ પગલાનો મુખ્ય હેતુ શાસનને સરળ અને વધુ સુગમ બનાવવાનો છે.
કર્તવ્ય ભવન-3નું નિર્માણ એ સરકારના વહીવટી માળખાને આધુનિક બનાવવા અને એક જ સ્થળેથી વિવિધ સરકારી કાર્યોનું સંચાલન કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે. આ પહેલથી સરકારી કામગીરીમાં ઝડપ અને પારદર્શિતા વધવાની અપેક્ષા છે.
