Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે PM મોદીએ સંવાદ કર્યો 

Live TV

X
  • પીએમ મોદીએ બાળકોની વીરતાના ખૂબ વખાણ કર્યા

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સની મદદથી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે સંવાદ કર્યો. તેમણે જણાવ્યું કે તમારી જેમ જ હું પણ આપને મળવાની રાહ જોઇ રહ્યો હતો, પરંતુ કોરોનાને કારણે આપણી મુલાકાત વર્ચ્યુઅલ રીતે થઈ રહી છે. સંવાદમાં પીએમ મોદીએ બાળકોની વીરતાના ખૂબ વખાણ કર્યા અને કહ્યું કે તેમનું કામ પ્રેરણા આપનારૂ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળકો સાથેના પોતાના સંવાદમાં જણાવ્યું કે, કોઈ રમતના ક્ષેત્રમાં દેશનું નામ રોશન કરી રહ્યું છે તો કોઈ અત્યારથી જ રિસર્સ અને ઈનોવેશન કરી રહ્યું છે. 

    આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની પણ ઉપસ્થિત રહ્યા. પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર અંતર્ગત બાળ શક્તિ પુરસ્કાર, અસાધારણ યોગ્યતા અને નવીકરણ , શાળાકીય ઉલબ્ધી, ખેલકૂદ, કલા અને સંસ્કૃતિ , સામાજિક સેવા અને બહાદુરીના ક્ષેત્રે ઉત્કૃષ્ઠ ઉપલબ્ધિ બદલ પ્રદાન થાય છે.

    આ વર્ષે બાળશક્તિ પુરસ્કારની વિવિધ શ્રેણીઓ હેઠળ દેશભરના 32 બાળકોની પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર -2021 માટે પસંદગી થઇ છે. કલા અને સંસ્કૃતિ ક્ષેત્ર માટે સાત, નવીકરણ ક્ષેત્ર માટે 9 અને શાળાકીય ઉપલબ્ધિ માટે પાંચ વિજેતા બાળકોને પુરસ્કાર એનાયત થયો હતો. ત્રણ બાળકોને તેમની બહાદુરી માટે અને એક બાળકને સમાજસેવાના ક્ષેત્રમાં તેના પ્રયાસો બદલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply