Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી 24 એપ્રિલે મધ્યપ્રદેશમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે

Live TV

X
  • પ્રધાનમંત્રી પંચાયત સ્તરે જાહેર ખરીદી માટે એકીકૃત ઇ-ગ્રામસ્વરાજ અને GeM પોર્ટલનું ઉદ્ઘાટન કરશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  24 એપ્રિલના રોજ સવારે લગભગ 11:30 વાગ્યે, મધ્યપ્રદેશના રીવા ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યાં આશરે રૂ. 19,000 કરોડના મૂલ્યની વિવિધ રાષ્ટ્રીય પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને દેશભરની તમામ ગ્રામસભાઓ અને પંચાયતી રાજ સંસ્થાઓને સંબોધન કરશે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી પંચાયત સ્તરે જાહેર ખરીદી માટે એકીકૃત ઇ-ગ્રામસ્વરાજ અને GeM પોર્ટલનું ઉદ્ઘાટન કરશે. ઇ-ગ્રામસ્વરાજ એક સરકારી ઇ-માર્કેટપ્લેસ સંકલનનો ઉદ્દેશ્ય જેનો ઉદ્દેશ પંચાયતો ઇ-ગ્રામસ્વરાજ પ્લેટફોર્મનો લાભ લઇને GeM દ્વારા તેમના માલસામાન અને સેવાઓની ખરીદી કરી શકે તેવો છે.

    સરકારી યોજનાઓની સંતૃપ્તિ સુનિશ્ચિત કરવા માટે લોકોની ભાગીદારીને આગળ વધારવાના ઉદ્દેશ્ય સાથે, પ્રધાનમંત્રી “विकास की ओर साझे क़दम” (વિકાસની દિશામાં સહિયારા ડગલાં) નામના અભિયાનનો પ્રારંભ કરશે. આ અભિયાનની થીમ સહિયારો વિકાસ હશે, જેમાં છેવાડાની વ્યક્તિ સુધી પહોંચવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી લગભગ 35 લાખ સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ લાભાર્થીઓને આપશે. આ કાર્યક્રમ પછી, દેશમાં સ્વામિત્વ યોજના હેઠળ લગભગ 1.25 કરોડ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હશે, જેમાં અહીં વિતરિત કરાયેલા કાર્ડનો પણ સમાવેશ થાય છે.

    'સૌના માટે આવાસ'નું લક્ષ્ય પૂરું કરવાની દૂરંદેશીને પૂરી કરવાની દિશામાં એક પગલું ભરતા, પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ હેઠળ બાંધવામાં આવેલા ઘરોના 4 લાખથી વધુ લાભાર્થીઓનો 'ગૃહપ્રવેશ' અંકિત કરતા કાર્યક્રમમાં પણ પ્રધાનમંત્રી ભાગ લેશે. પ્રધાનમંત્રી લગભગ રૂ. 4200 કરોડના મૂલ્યની વિવિધ રેલ્વે પરિયોજનાઓનું રાષ્ટ્રને લોકાર્પણ કરશે અને નવી યોજનાઓનો શિલાન્યાસ કરશે. લોકાર્પિત કરવામાં આવશે તેવી પરિયોજનાઓમાં તેમાં મધ્યપ્રદેશમાં 100 ટકા રેલ વિદ્યુતીકરણ, વિવિધ ડબલિંગ, ગેજ રૂપાંતરણ અને વિદ્યુતીકરણને લગતી પરિયોજનાઓનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી ગ્વાલિયર સ્ટેશનના કાયાકલ્પની પરિયોજનાનો પણ શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી જલ જીવન મિશન હેઠળ આશરે રૂપિયા 7,000 કરોડની પરિયોજનાનો શિલાન્યાસ પણ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply