Skip to main content
Settings Settings for Dark

પ્રસિધ્ધ શાસ્ત્રીય ગાયક પડિંત જસરાજનું 90 વર્ષની ઉમરે નિધન

Live TV

X
  • દિગ્ગજ શાસ્ત્રીય ગાયક પદ્મ વિભૂષણથી સન્માનિત પંડિત જસરાજનું 90 વર્ષની વયે અમેરિકાના ન્યુજર્સીમાં નિધન થયુ છે.

    તેમનો જન્મ 28 જાન્યુઆરી 1930માં થયો હતો. જસરાજ ભારતના પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયકોમાંના એક છે. પંડિત જસરાજે સંગીતની દુનિયામાં 80 વર્ષથી વધુ સમય વિતાવ્યો છે અને અનેક પ્રમુખ પુરસ્કાર પ્રાપ્ત કર્યા છે.

    આજે સવારે 5 વાગીને 15 મિનિટ પર તેમણે અમેરિકાના પોતાના ઘર ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની પુત્રી દુર્ગા જસરાજે આ અંગે માહિતી આપી છે. તેમને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

    તેમના નિધન પર પ્રધાનમંત્રી મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને રાષ્ટ્રપતિની સાથે સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ ટ્વિટ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply