SCએ JEE અને નીટની પરીક્ષાના આયોજનને આપી લીલીઝંડી
Live TV
-
1 થી 6 સપ્ટેમ્બર સુધી યોજાશે JEEની પરીક્ષા -જ્યારે13 સપ્ટેમ્બરે યોજાશે નીટની પરીક્ષા
સુપ્રીમકોર્ટે નીટ અને જેઈઈ પરીક્ષાના આયોજન વિરૂદ્ધ દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી છે અને પરીક્ષા યોજવાને લીલી ઝંડી આપી દીધી છે. આ અરજીને ફગાવતા પીઠે જણાવ્યું હતું કે, શું દેશમાં બધુ જ રોકી દેવામાં આવે ? એક કિંમતી વર્ષને આમ જ બરબાદ કરી દેવું જોઈએ ?
મહત્વપૂર્ણ છે કે, દેશમાં વધતાં જતાં કોવિડ-19ના કેસને લઈને સપ્ટેમ્બર મહિનામાં યોજાનાર જેઈઈ અને નીટની પરીક્ષા રદ કરવાની માંગ આ અરજી દ્વારા કરવામાં આવી હતી. આ મામલાની સુનાવણી કરતા જસ્ટીસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતા વાળી સુપ્રિમકોર્ટની બેંચે કરી હતી. હવે જેઈઈની પરીક્ષા 1 સપ્ટેમ્બર થી 6 સપ્ટેમ્બરમાં યોજાશે જ્યારે નીટની પરીક્ષા 13 સપ્ટેમ્બરે યોજાશે.
