ફાઇનાન્સ ટ્રેક હેઠળની પ્રથમ G20 FMCBG બેઠક બેંગ્લોરમાં યોજાશે
Live TV
-
આ બેઠકમાં નાણાંપ્રધાનો, સેન્ટ્રલ બેંકના ગવર્નરો, અન્ય સંસ્થાઓના વડા મળીને કુલ 72 પ્રતિનિધિ હજાર રહેશે
નાણાપ્રધાન અને સેન્ટ્રલ બેંકના ગવર્નરની ફાઇનાન્સ ટ્રેક હેઠળની પ્રથમ બેઠક આજે એટલે કે શુક્રવારે બેંગ્લોરમાં શરૂ થશે. નાણાપ્રધાન નિર્મલા સીતારામન અને આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ સંયુક્ત રીતે આ બેઠકની અધ્યક્ષતા કરશે. G20 ભારતીય પ્રેસિડેન્સી હેઠળની પ્રથમ G20 FMCBG બેઠકમાં G20 સભ્યોના નાણા પ્રધાનો અને સેન્ટ્રલ બેંકના ગવર્નરો, આમંત્રિત સભ્યો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓની સહભાગિતા જોવા મળશે. આ બેઠકમાં કુલ 72 પ્રતિનિધિમંડળ હાજર રહેશે. FMCBG મીટિંગના પહેલા દિવસે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ આર્કિટેક્ચર, સસ્ટેનેબલ ફાઇનાન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પ્રથમ સત્ર પછી નાણાકીય ક્ષેત્ર અને નાણાકીય સમાવેશ પર ચર્ચા કરવામાં આવશે.
નાણા મંત્રીઓ, સેન્ટ્રલ બેંકના ગવર્નરો અને તેમના પ્રતિનિધિમંડળો માટે રાત્રી ભોજન પર સંવાદ અને ખાસ ક્યુરેટેડ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે ભારતની વિવિધ વાનગીઓ અને સંસ્કૃતિને પ્રદર્શિત કરશે.
