અદ્દભૂત ખગોળીય ઘટના! આકાશમાં ચંદ્ર -શુક્ર-ગુરુ ત્રણે ગ્રહો એક જ સીધી લાઈનમાં દેખાયા
Live TV
-
ત્રણે ગ્રહો આટલી નજીકથી એક જ સીધી લાઈનમાં જોવા મળ્યા હોય તેવી જવલ્લે જ જોવા મળતી ઘટના
ખગોળીય ઘટનાઓ નરી આંખે ભાગ્યે જ દ્રશ્યમાન થતી હોઈ છે. 23 ફેબ્રુઆરીના રોજ ભારતના લોકો આવી જ એક ખગોળીય ઘટનાના સાક્ષી બન્યા હતા. પૃથ્વીના ગ્રહો-ઉપગ્રહ, તેમના પરિભ્રમણ દરમ્યાન સીધી રેખામાં જોવા મળ્યા હતા.
ચંદ્ર -શુક્ર-ગુરુ ત્રણે ગ્રહો એક જ સીધી લાઈનમાં સંરેખિત થયા. ગ્રહોને ઓડખવા મુશ્કેલ નથી, પરંતુ અત્યારના ડિજિટલ યુગમાં લોકો પાસે એટલો સમય નથી બચ્યો કે તે થોડો સમય આકાશ અને તારાઓ જોવામાં ગાળે. એવામાં ખગોળીય ઘટનામાં રસ ધરાવતા લોકોએ આ અદભૂત ઘટના નરી આંખે નિહાળી હતી.
આ ઐતિહાસિક ઘટનાનો અદ્દભુત આકાશી ફોટો ગુજરાતનાં શક્તિપીઠ એવા પાવગઢ ડુંગરથી લેવામાં આવ્યો હતો. ગુજરાત સહિત સમગ્ર દેશવાસીઓ આ અદ્ભૂત ખગોળીય ઘટના સાક્ષી બન્યા હતા.
