નાણામંત્રી નિર્મલા સીતારમણ અને અમેરિકાના નાણામંત્રી જેનેટ યેલેન વચ્ચે બેઠક
Live TV
-
ભારતની અધ્યક્ષતામાં જી20ની બેઠકો ચાલી રહી છે ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને અમેરિકાના નાણામંત્રી જેનેટ યેલેને આજે બેંગલુરુમાં બેઠક કરી હતી. તેઓએ જી20 સંગઠનના સભ્ય દેશોની આર્થિક પ્રાથમિકતાઓને લઈ પોતાના વિચારોનું આદાન પ્રદાન કર્યું છે. આ ઉપરાંત નાણામંત્રીએ ઈટાલીના નાણામંત્રી સાથે પણ ચર્ચા વિચારણા કરી હતી. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના બેંગલુરુમાં જી20 નાણામંત્રીઓ અને મધ્યસ્થ બેંકના ગવર્નરોની બેઠકનો આવતીકાલથી પ્રારંભ થવાનો છે.
