Skip to main content
Settings Settings for Dark

ભારતીય રેલ્વે યુપીમાં સંપૂર્ણ ઇલેક્ટ્રિફાઇડ રેલ માર્ગ સાથે વિશ્વનું સૌથી મોટું ગ્રીન રેલ નેટવર્ક બન્યું

Live TV

X
  • ભારતીય રેલ્વેએ ઉત્તર પ્રદેશમાં સમગ્ર બ્રોડગેજ નેટવર્કનું વિદ્યુતીકરણ કરીને વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. દેશના સમગ્ર રેલ નેટવર્કને ઈલેક્ટ્રીક ટ્રેક્શન તરફ લઈ જવાના અને ડીઝલ આધારિત ટ્રેનોને તબક્કાવાર બનાવવાના તેના મિશનમાં, ભારતીય રેલ્વેએ ઉત્તર પ્રદેશમાં સમગ્ર બ્રોડગેજ નેટવર્કને વિદ્યુતીકરણ કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પૂર્ણ કર્યું છે. ગોરખપુર સ્થિત નોર્થ ઈસ્ટર્ન રેલ્વેમાં લગભગ 85 કિમી સુભાગપુર-પચપેરવા બ્રોડગેજ (બીજી) રૂટના વિદ્યુતીકરણની પૂર્ણાહુતિ સાથે, ભારતીય રેલ્વેએ ઉત્તર પ્રદેશના તમામ વ્યસ્ત માર્ગોનું વિદ્યુતીકરણ પૂર્ણ કર્યું છે. 

    પીએમ મોદીએ પણ અભિનંદન પાઠવ્યા હતા
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં બ્રોડગેજ રેલ નેટવર્કના 100 ટકા વીજળીકરણ પર ખુશી વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરવા બદલ ભારતીય રેલવેની પ્રશંસા કરી છે. ઉત્તર પ્રદેશમાં બ્રોડગેજ રેલ નેટવર્કના 100 ટકા ઇલેક્ટ્રિફિકેશન વિશે રેલ્વે મંત્રાલય દ્વારા કરવામાં આવેલા ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું હતું "ખૂબ સારું".

    ભારતમાં હાઇડ્રોજન ટ્રેન દોડશે
    ભારતીય રેલ્વે દેશની ગ્રીન એનર્જીને પ્રોત્સાહિત કરવા માટે હાઈડ્રોજન ટ્રેન ચલાવવા જઈ રહી છે. રેલવેએ તેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ભારતમાં હવે 'હાઈડ્રોજન ટ્રેન' દોડશે. ભારતીય રેલવે ડિસેમ્બર 2023 સુધીમાં તેના નેરોગેજ હેરિટેજ રૂટ પર હાઇડ્રોજન ટ્રેનો દોડાવશે. હાઇડ્રોજન ટ્રેન સંપૂર્ણપણે ભારતમાં જ ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવશે. પહેલા તે કાલકા-શિમલા જેવા હેરિટેજ સર્કિટ પર ચાલશે અને બાદમાં તેને અન્ય સ્થળોએ વિસ્તારવામાં આવશે.

    ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે 2023-24ના સામાન્ય બજેટમાં ભારતીય રેલ્વેના પરિવર્તન માટે 2.41 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply