ખાલિસ્તાની સહયોગી લોરેન્સ બિશ્નોઈ ગેંગના 6 સભ્યની ધરપકડ, NIAએ 8 રાજ્યમાં 76 સ્થળે પાડ્યા હતા દરોડા.
Live TV
-
ગેંગસ્ટરોની સિન્ડિકેટને તોડવા માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી NIAએ દરોડા પાડી એક ખાલીસ્તાની સમર્થક લકી ખોખર, લોરેન્સ બિશ્નોઈ ગેંગના સહયોગી સહિત 6 લોકોની ધરપકડ કરી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ મંગળવારે દેશના અલગ અલગ 8 રાજ્યોમાં 70થી વધુ સ્થળે દરોડા પાડ્યા હતા.
આ રાજ્યોમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, યુપી, દિલ્લી, NCR, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. ઝડપાયેલો ખાલીસ્તાની સમર્થક લકી ખોખર કેનેડામાં આતંકવાદી અર્શદીપસિંહ ઉર્ફે ડલ્લાની નજીકનો સહયોગી છે. જ્યારે બાકીના ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, જગ્ગુ ભગવાનપુરિયા અને ગોલ્ડી બરાડના સહયોગી છે. ખાલિસ્તાની સમર્થક ખોખર પંજાબના ભટિંડાનો રહેવાસી છે, તેની ધરપકડ રાજસ્થાનના શ્રી ગંગાનગરથી કરવામાં આવી હતી. ખોખર કેનાડામાં રહેતા અર્શ ડાલા સાથે સતત સંપર્કમાં હતો, તે યુવકોની ભરતી કરાવતો હતો અને આતંકી પ્રવૃત્તિમાં સામેલ કરતો હતો.
