નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં, દિગ્ગજ નેતાઓ લગાવી રહ્યાં છે એડીચોટીનું જોર
Live TV
-
ઉત્તર-પૂર્વના ત્રણ રાજ્યો નાગાલેન્ડ, મેધાલય અને ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચાર જોરદાર ચાલી રહ્યો છે. નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરી નજીક આવી રહી છે. તમામ રાજકીય પક્ષો જનતા વચ્ચે પોતાની શાખ વધારવા તનતોડ મહેનત કરી રહ્યાં છે. રાજ્યના મુખ્યમંત્રી ચૂંટણી માટે વિવિધ જગ્યાએ પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે ભાજપના નલિન કોહલી આજે વિવિધ સભાઓ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેએ નાગાલેન્ડમાં કમાન હાથ પર લીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાગાલેન્ડના બીમાપુરમાં કાલે શુક્રવારે મોટી સભા સંબોધશે.
મેધાલયની ચૂંટણીમાં હવે થોડા દિવસો બચ્યાં છે ત્યારે ચૂંટણીમાં જીત નિશ્ચીત કરવા દરેક પક્ષ ભારે મહેનત કરી રહ્યાં છે. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ શિલોંગમાં પ્રચાર કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે શિલોંગ અને તૂરામાં ચૂંટણી રેલી સંબોધશે. ઉત્તર-પૂર્વના ત્રણ રાજ્યો જનતા કોના પર વિશ્વાસ મુકે છે તે 2 માર્ચે મતગણતરીના પરિણામ પરથી નક્કી થશે.
