ફિલ્મ મહોત્સવનું સમાપન, ડેનમાર્કની ફિલ્મ 'ઈન ટુ ધ ડાર્કનેસ'ને મયુર પુરસ્કાર મળ્યો
Live TV
-
ડેનમાર્કની ફિલ્મ ઇન ટુ ધ ડાર્કનેસને પ્રતિષ્ઠીત સુવર્ણ મયુર પુરસ્કારથી નવાજવામાં આવી.
ગોવાના પણજી ખાતે રવિવારે સાંજે 51મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આકર્ષક અને રંગારંગ સમારંભના આયોજન સાથે સમાપન થયું હતું. ડેનમાર્કની ફિલ્મ ઇન ટુ ધ ડાર્કનેસને પ્રતિષ્ઠીત સુવર્ણ મયુર પુરસ્કારથી નવાજવામાં આવી.
આ પ્રસંગે વિખ્યાત કલાકાર વિશ્વજીત ચેટરજીને પર્સનાલિટી ઓફ ધ યર પુરસ્કારથી નવાજવામાં આવ્યા. સમારંભમાં દિગ્ગજ અભિનેત્રી ઝિન્નત અમાનને સન્માનિત કરવામાં આવ્યા તો સાથે જ સાંસદ અને ભોજપુરી અભિનેતા રવિ કિશનને પણ સિનેમામાં તેમના પ્રદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત અનેક ફિલ્મોને વિવિધ કક્ષાના પુરસ્કાર પ્રદાન થયા હતા.
