ફ્રી ડિલિવરી માટે Zeptoએ વધારી ન્યૂનતમ ઓર્ડર રકમ
Live TV
-
ક્વિક-કોમર્સ કંપની Zeptoએ ફ્રી ડિલિવરી મેળવવા માટે ન્યૂનતમ ઓર્ડર રકમ વધારી છે.અગાઉ રૂ. 149ના ઓર્ડર પર ફ્રી ડિલિવરી મળતી હતી, જે હવે સામાન્ય સમયે વધારીને રૂ.199 કરવામાં આવી છે.
જ્યારે વધુ માંગ હોય તેવા પીક ડિમાન્ડ દરમિયાન ન્યૂનતમ ઓર્ડર રકમ રૂ. 299 સુધી પહોંચી શકે છે.આ ફેરફાર સાથે Zeptoની ફ્રી ડિલિવરી નીતિ હવે Blinkit અને Swiggy Instamart જેવી સ્પર્ધાત્મક કંપનીઓની નીતિની નજીક આવી છે.ક્વિક-કોમર્સ કંપનીઓ વધતી ડિલિવરી અને ઓપરેશનલ ખર્ચ વચ્ચે નફાકારકતા સુધારવા માટે વિવિધ પગલાં લઈ રહી છે. ન્યૂનતમ ઓર્ડર રકમ વધારવાથી ગ્રાહકો વધુ વસ્તુઓ એકસાથે ખરીદે તેવી શક્યતા છે, જેના કારણે સરેરાશ ઓર્ડર મૂલ્યમાં વધારો થઈ શકે છે.જોકે, નાના અને તાત્કાલિક ઓર્ડર કરનારા ગ્રાહકો પર આ નિર્ણયની અસર પડી શકે છે. ક્વિક-કોમર્સ ક્ષેત્રમાં કંપનીઓ ફ્રી ડિલિવરી, પ્લેટફોર્મ ફી અને અન્ય ચાર્જમાં સતત ફેરફાર કરી રહી છે.
