ભદોહીમાં 4થી 7 ઓક્ટોબર સુધી ઇન્ડિયા કાર્પેટ એક્સ્પો
Live TV
-
ઉત્તર પ્રદેશના ભદોહીમાં ‘ઇન્ડિયા કાર્પેટ એક્સ્પો 2026’નું આયોજન 4થી 7 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવશે.
એશિયાના મોટા કાર્પેટ મેળાઓમાં સામેલ આ એક્સ્પોમાં 56 દેશોના આશરે 400 કાર્પેટ નિકાસકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે.કાર્પેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (CEPC)ના જણાવ્યા અનુસાર, વિવિધ કાર્પેટ ઉત્પાદક કંપનીઓના આશરે 350 પ્રતિનિધિઓ પણ એક્સ્પોમાં ભાગ લે તેવી શક્યતા છે. દેશના વિવિધ રાજ્યોમાંથી આશરે 300 કાર્પેટ ઉત્પાદકો અને નિકાસકારો પોતાના ઉત્પાદનોના સ્ટોલ લગાવશે.
CEPCના અધ્યક્ષ મુકેશ કુમાર ગોમ્બરે જણાવ્યું હતું કે, વિદેશી ખરીદદારો અને કંપનીઓના પ્રતિનિધિઓની ભાગીદારીથી ભારતીય કાર્પેટ ઉત્પાદકોને નવા આંતરરાષ્ટ્રીય બજારોમાં સીધા વ્યાવસાયિક સંપર્ક અને નવા ઓર્ડર મેળવવાની તક મળશે.CEPCના ઉપાધ્યક્ષ અસલમ મહબૂબે જણાવ્યું કે, ઓક્ટોબરમાં ભારતની યજમાનીમાં યોજાનારી BRICS શિખર પરિષદનો લાભ લઈ સભ્ય દેશો સાથે વેપારી સંબંધો મજબૂત કરવા પ્રયાસ કરવામાં આવશે. એક્સ્પો દ્વારા ભારતીય હસ્તનિર્મિત કાર્પેટ અને ફ્લોર કવરિંગને વૈશ્વિક બજારમાં વધુ મજબૂત સ્થાન અપાવવાનો પ્રયાસ થશે.
