બસપા પ્રમુખ માયાવતીએ લોકસભા ચૂંટણીમાં હારનું કારણ સપાને ગણાવ્યું
Live TV
-
માયાવતીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, સપા સાથે ગઠબંધનને લઈને લોકસભાની ચૂંટણીમાં સપા તરફથી કોઈ ફાયદો થયો નથી. માયાવતીએ ઉમેર્યુ કે, જો તેમને લાગશે કે, સપા પ્રમુખ તેમના રાજકીય કાર્યો કરવાની સાથે સાથે સપાના કાર્યકરોને નિષ્ઠાવાન બનાવવામાં સફળ થશે તો આગળ પણ સાથે મળીને ચાલીશું
બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ લોકસભાની ચૂંટણીમાં થયેલી હારનું કારણ સમાજવાદી પાર્ટી ગણાવ્યું હતું અને અખિલેશના નેતૃત્વ સામે સવાલો કર્યા હતા. માયાવતીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, સપા સાથે ગઠબંધનને લઈને લોકસભાની ચૂંટણીમાં સપા તરફથી કોઈ ફાયદો થયો નથી. માયાવતીએ ઉમેર્યુ કે, જો તેમને લાગશે કે, સપા પ્રમુખ તેમના રાજકીય કાર્યો કરવાની સાથે સાથે સપાના કાર્યકરોને નિષ્ઠાવાન બનાવવામાં સફળ થશે તો આગળ પણ સાથે મળીને ચાલીશું
