બાંગ્લાદેશની કમાન મોહમ્મદ યુનૂસના હાથમાં
Live TV
-
બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા
ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસા અને તણાવની સ્થિતિ છે. અહીં રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરી છે અને નોબલ પારિતોષિક વિજેતા મોહમ્મદ યુનુસને સત્તાની કમાન સોંપી છે. મીડિયા સચિવે જણાવ્યું હતું કે, તમામ રાજકીય પક્ષો સાથેના વિચાર વિર્મશ બાદ વચગાળાની સરકારના અન્ય સભ્યો અંગે નિર્ણય લેવામાં આવશે. દરમિયાન પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા જિયા સહિતના અન્ય નેતાઓને મુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2006માં મોહમ્મદ યુનુસને ગ્રામિણ બેંકના વ્યાપક કામ માટે નોબલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદેશમંત્રી ડોકટર એસ.જયશંકરે સંસદમાં બાંગ્લાદેશની સ્થિતિ વિશે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના ગતરોજ સાંજે દિલ્હીમાં આવ્યા હતા. અને અમે બાંગ્લાદેશમાં અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છીએ. અને અમે ભારતીય કોમ્યુનીટી સાથે સતત સંપર્કમાં છીએ. કેટલાક વિદ્યાર્થીઓ જુલાઈ મહિનામાં જ ભારત પરત ફર્યા હતા. અમને આશા છે કે ત્યાંની સરકાર અમારા નાગરિકોને સુરક્ષા પ્રદાન કરશે.
