બાબરી ધ્વંસ કેસમાં આજે આવશે ચુકાદો
Live TV
-
અયોધ્યા વિવાદીત માળખા વિધ્વંસ કેસમાં લગભગ અઢી દાયકાથી સીબીઆઇ વિશેષ અદાલતમાં ચાલી રહેલા કેસમાં આજે ચુકાદો સંભળાવવામાં આવશે. કોર્ટે ચુકાદો સંભળાવતી વખતે આરોપીઓને પણ કોર્ટમાં ઉપસ્થિત રહેવાના આદેશ આપ્યા છે. આ કેસમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણસિંહ, ઉમા ભારતી, વિનય કટિયાર, મહંત નૃત્યગોપાલ દાસ , ડો. રામવિલાસ વેદાંતી અને સાધ્વી ઋતંભરા સહિતના આરોપીઓને અદાલતમાં હાજર રહેવા સમન્સ મળી ચુક્યું છે. આ કેસમાં 48 લોકો સામે આરોપો ઘડવામાં આવ્યા હતા, પરંતુ અત્યારસુધીમાં 17 લોકોના મૃત્યુ નિપજી ચુક્યા છે.
