હરિદ્વાર કુંભમેળા દરમ્યાન સમગ્ર લોકોને નિર્મળ ગંગાના સ્નાનનો થશે અનુભવઃ PM મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉત્તરાખંડમાં નમામિ ગંગે મિશન અંતર્ગત છ મોટી પરિયોજનાનો શુભારંભ કર્યો હતો. આ સાથે પ્રધાનમંત્રીએ ઋષિકેશમાં લખતર ઘાટ ઉપર 26 એમ.એલ.ડી ક્ષમતાવાળા એક એસટીપીનું પણ ઉદઘાટન કર્યું હતું.
આ પ્રસંગે પીએમએ રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન અને ભારતીય વન્યજીવ સંસ્થાન દ્વારા ગંગા નદી પર સંયુક્તરૂપથી પ્રકાશિત એક પુસ્તક રોવિંગ ડાઉન ધ ગંગાનું પણ વિમોચન કર્યું હતું. આ પુસ્તકમાં ગંગાની સંસ્કૃતિ અને જૈવિક વિવિધતાની વચ્ચેના તાલમેલને દર્શાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત પ્રધાનમંત્રીએ જળજીવન મિશનના લોગો અને આ મિશન હેઠળ ગ્રામ પંચાયતો અને પાણી સમિતિઓ માટે માર્ગદર્શિકાનું પણ અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે પીએમ કહ્યું હતું કે, પ્રયાગરાજની જેમ હવે હરિદ્વાર કુંભ દરમિયાન આખી દુનિયા ગંગાના નિર્મળ સ્નાનનું અનુભવ થશે.
