વર્ષ 2020ના ચોમાસુ પાકની ખરીદી માટે સરકારે આપી મંજૂરી
Live TV
-
સરકારે વર્ષ 2020ના ચોમાસુ પાકની ખરીદી અનુસંધાનમાં તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા, અને હરિયાણામાંથી 13 લાખ 77 હજાર કઠોળ અને તેલિબિયાની સરકારી ખરીદી માટે મંજૂરી આપી દીધી છે.
અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં આ ખાદ્યસામગ્રીના મુલ્ય જો લઘુત્તમ ટેકાના ભાવથી ઓછા હોય તો તે અંગેની દરખાસ્ત મળ્યા પછી કઠોળ અને તેલિબીયાની સરકારી ખરીદીને મંજૂરી આપવામાં આવશે.
કૃષિ મંત્રાલયે જણાવ્યું છે કે એક હજાર 868 રૂપિયાના લઘુત્તમ ટેકાને ભાવે હરિયાણા અને પંજાબમાંથી 27 સપ્ટેમ્બર સુધીમાં પાંચ હજાર 637 મેટ્રિક ટન અનાજની ખરીદી કરવામાં આવી હતી. બાકી રાજ્યોમાંથી અનાજની ખરીદી ગઇકાલથી શરૂ થઇ ચુકી છે.
વર્ષ 2020-21 માટે કપાસની સરકારી ખરીદીની શરૂઆત આવતા મહિને પહેલી તારીખથી શરૂ થશે. આ દરમિયાન રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમે હરિયાણા , તેલંગાણા અને છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં લઘુત્તમ ટેકાને ભાવે ખરીફ પાકની ખરીદી રૂપિયા 19 હજાર 444 કરોડ રૂપિયા મંજૂર કરી દીધા છે.
સરકારના આ પગલાંથી રાજ્ય સરકારે ખરીફ પાકની સરકારી ખરીદી તાકીદે શરૂ કરવામાં મદદ મળશે. છત્તીસગઢને સૌથી વધુ રકમની ફાળવણી કરવામાં આવી છે.
