Skip to main content
Settings Settings for Dark

બિહારમાં NDAને બહુમતી પર PM મોદીએ ટ્વિટ કરી ખુશી વ્યક્ત કરી 

Live TV

X
  • બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ ને પૂર્ણ બહુમતી મળી છે. એનડીએને ૧૨૫, મહાગઠબંધનને ૧૧૦ અને અન્ય પક્ષોને ૮ બેઠકો મળી છે. આ રીતે એનડીએ એ બહુમતી પ્રાપ્ત કરી લીધી છે. 

    ચૂંટણી પંચ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપ ને ૭૪, જદયુ ને ૪૩, વિકાસશીલ ઇન્સાન પાર્ટી અને હિન્દુસ્તાની આવામ મોર્ચા ને ૪-૪ બેઠકો પર જીત હાંસલ કરી છે. તો બીજી તરફ બિહારમાં ભવ્ય જીત બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં એનડીએને પૂર્ણ બહુમત પ્રાપ્ત કરવા માટે ખુશી વ્યક્ત કરી છે. 

    એમણે ટ્વીટ કરી કહ્યું કે, બિહારે વિશ્વને લોકતંત્ર નો પહેલો પાઠ ભણાવ્યો છે. આજે બિહારે વિશ્વને ફરી બતાવ્યુ છે કે લોકતંત્રને મજબૂત કેવી રીતે કરાય છે, તો સાથે સાથે આ જીત માત્ર બિહારમાં જ નહિ પણ બિહાર સહિતના ૧૧ રાજ્યોની પેટાચૂંટણીમાં પણ મળતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

    મહત્વનુ છે કે ભાજપના કાર્યકરો એ બિહાર સહિત ગુજરાત, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, મણિપુર જેવા રાજ્યોમાં ભવ્ય ઉજવણી કરી હતી. તો બીજી તરફ ઐતિહાસિક જીત બાદ આજે દિલ્હીમાં દિલ્હી ભાજપ મુખ્યાલય ખાતે મોટા પાયે ઉજવણી થઈ રહી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply