કટક ખાતે IT અપીલ ટ્રિબ્યુનલના નવા સંકુલનું PM મોદીએ કર્યું ઈ-લોકાર્પણ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી કટક ખાતે આવકવેરા અપીલ ટ્રીબ્યુનલ – ITAT ના નવા સંકુલ અને રહેણાંક આવાસોનું ઉદઘાટન કર્યું હતું. ITAT ની કટકની સ્થાપના ર૩મે ૧૯૭૦ ના રોજ કરાઇ હતી.
તેના અધિકાર ક્ષેત્ર હેઠળ ઓડિશાનો મોટા ભાગનો વિસ્તાર આવે છે. નવનિર્મિત કાર્યાલય અને રહેણાંક પરીસર 1.60 એકરના ક્ષેત્રમાં ફેલાયેલું છે. આ પરિસરમાં વિશાળ કોર્ટ રૂમ છે અને રેકોર્ડ રૂમ પણ છે. વકીલો અને સીએ માટે પણ અલગથી રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજય સરકારે વર્ષ ર૦૧પમાં તે માટે જમીન ફાળવી હતી. કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ, પેટ્રોલિયમ મંત્રી, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક, મુખ્ય ન્યાયાધીશ, ઓડીશા હાઇકોર્ટના ન્યાયાધીશ અને અન્ય મહાનુભાવો પણ ઈ-લોકાર્પણમાં હાજર રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ ઈ-લોકાર્પણ બાદ સંબોધન પણ કર્યું હતું અને ઈન્કમટેક્ષની પ્રણાલી અંગે વાત કરી હતી. ITATની કટક બેંચે ભાડાના પરિસરમાં 23 મે, 1970થી કામ કરવાનું શરૂ કર્યું હતું. હવેથી કામગીરી આ નવા કાર્યાલયમાં થશે.પ્રધાનમંત્રીએ કહ્યું કે, ટેકનોલોજીમાં સુધાર એ વર્તમાન જરૂરિયાત છે. આવકવેરામાં પારદર્શિતા રાખવા તરફ ભારત પ્રગતિ કરી રહ્યું છે અને લોકોનો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.
