બિહાર ચૂંટણીઃ આજે બીજા તબક્કાની 17 જિલ્લાઓની 94 વિધાનસભા સીટો પર મતદાન
Live TV
-
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 17 જિલ્લાઓની 94 વિધાનસભા બેઠકો પર આજે મતદાન શરુ થયુ છે. આ તબક્કામાં બે કરોડ 86 લાખથી વધુ મતદારો ચૂંટણી મૈદાનમાં ઉતરેલા 1463 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.

94 સીટો પર થઈ રહેલ આ મતદાનમાં ચાર જિલ્લાઓની આઠ સીટો પર સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી જ મતદાન થઈ શકશે. અન્ય 86 સીટોં પર સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. સાંજે 4 વાગ્યે જ્યાં મતદાન પુર્ણ થશે એ સીટોંમાં મુઝફ્ફરપુરની મીનાપુર અને પારુ સીટ, દરભંગાની કુશ્શ્વરસ્થા અને ગૌડાબૌરામ, ખગડિયાની અલૌલી અને બેલદાર, વૈશાલી જિલ્લાની રાઘોપુર સીટનો સમાવેશ થાય છે.
આ તબક્કામાં 3,548 બુથો પર વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરાઈ છે. આ તબક્કામાં 80 વર્ષથી વધુ ઉંમરના અને દિવ્યાંગ મતદારોની સંખ્યા 20,240 છે. આ તબક્કામાં 94 સીટો પર કુલ 41,362 બુથો છે જેમાં 18,878 ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન મુકાયા છે.
ચૂંટણીપંચે જણાવ્યા પ્રમાણે બીજા તબક્કામાં RJD એ 56, LJP એ 52, BJPએ 46, JDUએ 43, BSPએ 33, કોંગ્રેસે 24 ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 156 નાના પક્ષોના 623 ઉમેદવારો સાથે 513 અપક્ષ ઉમેદવારો પણ આ તબક્કામાં ચૂંટણી મેદાને છે.