Skip to main content
Settings Settings for Dark

બિહાર વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં પ્રચારનો આજે અંતિમ દિવસ

Live TV

X
  • બિહારમાં ત્રીજી નવેમ્બરે યોજાનારી બીજા તબક્કાના ચૂંટણીના પ્રચાર માટેનો આજે અંતિમ દિવસ છે. ત્યારે અંતિમ ઘડીના પ્રચાર માટે NDA ગઠબંધન અને મહાગઠબંધન પોતપોતાના ઉમેદવારોના વિજય માટે તમામ તાકાત લગાવી છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઝંઝાવાતી પ્રચાર કરીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જે અંતર્ગત પ્રધાનમંત્રીએ આજે મોતિહારી અને છપરામાં ચૂંટણી સભાને સંબોધી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રી સમસ્તિપુર અને બગહામાં પણ ચૂંટણી સભા સંબોધવાના છે. બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારે ભાગલપુરમાં રેલી કરીને વિપક્ષો ઉપર પ્રહારો કર્યા હતા. જ્યારે NDA માટે ભાજપના રાષ્ટ્રીય અદ્યક્ષ જેપી નડ્ડાએ પણ ચૂંટણી પ્રચાર કર્યો હતો. મહાગઠબંધનના નેતાઓ દ્વારા પણ પ્રચાર પૂરજોશમાં થઇ રહ્યો છે. તો રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે અને લોક જનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાને રેલીને સંબોધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply