આજે ભારતનાં વિવિધ રાજ્યોનો સ્થાપના દિવસ
Live TV
-
એક નવેમ્બરનો દિવસ ભારતનાં છ રાજ્યોનો સ્થાપના દિવસ છે, જેમાંથી આંધ્રપ્રદેશ, કેરળ, મધ્ય પ્રદેશ, કર્ણાટક રાજ્યનું સ્થાપના વર્ષ 1956 છે અને હરિયાણા, છત્તીસગઢનું સ્થાપના વર્ષ ક્રમશ 1966 અને 2000 છે. આજ રોજ પ્રધાનમંત્રીએ આ રાજ્યોને તેમના સ્થાપના દિવસે શુભેચ્છા પાઠવી. આંધ્ર પ્રદેશને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, "આંધ્ર પ્રદેશ સખત પરિશ્રમ અને કરુણાનું પર્યાયી છે. આંધ્ર પ્રદેશ સાથે જોડાયેલા લોકોએ અનેક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરી છે. આંધ્ર પ્રદેશના સ્થાપના દિન નિમિત્તે રાજ્યના લોકોને શુભેચ્છાઓ અને તેમની વિકાસલક્ષી આકાંક્ષાઓ માટે શુભકામનાઓ."
કુદરતી સૌન્દર્યએ વિશ્વભરના લોકોને આકર્ષિત કરનાર કેરળ રાજ્યને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે "કેરળ પીરાવી દિવસની કેરળના અદભુત લોકોને શુભેચ્છા, જેમણે હંમેશાં ભારતની વૃદ્ધિમાં કાયમી યોગદાન આપ્યું છે. કેરળના કુદરતી સૌન્દર્યએ વિશ્વભરના લોકોને આકર્ષિત કરીને, તેને સૌથી લોકપ્રિય સ્થળોમાં સ્થાન આપ્યું છે. કેરળની સતત પ્રગતિ થાય તેવી પ્રાર્થના કરું છું."
ઉપરોક્ત રાજ્યોની જેમ પ્રધાનમંત્રીએ હરિયાણા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને કર્ણાટકને પણ ટ્વિટરનાં માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી હતી જે નીચે પ્રમાણે છે.
"ભારતીય ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવતા હરિયાણાના તમામ રહેવાસીઓને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ. સમૃદ્ધિ અને પ્રગતિનું પ્રતીક એવું આ રાજ્ય પ્રગતિના નવા કીર્તિમાન સ્થાપિત કરતું રહે તેવી શુભેચ્છા."
"મધ્ય પ્રદેશના રહેવાસીઓને રાજ્યના સ્થાપના દિવસની ખૂબ-ખૂબ શુભકામનાઓ. મધ્ય પ્રદેશના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસની શુભેચ્છાઓ. રાજ્ય મુખ્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે અને આત્મનિર્ભર ભારતના આપણા સપનાને સાકાર કરવામાં લાંબા ગાળાનું યોગદાન આપી રહ્યું છે."
"રાજ્યના સ્થાપના દિન નિમિત્તે છત્તીસગઢના લોકોને હાર્દિક શુભેચ્છાઓ. હું ઇચ્છું છું કે પ્રાચીન કાળથી વિવિધ સંસ્કૃતિઓનું કેન્દ્ર બનેલું આ રાજ્ય પ્રગતિ અને સમૃદ્ધિના માર્ગ પર આગળ ધપે."
“કર્ણાટકની મારી બહેનો અને ભાઈઓને કર્ણાટક રાજ્યોત્સવની શુભેચ્છાઓ. રાજ્ય લોકોની તાકાત અને કુશળતાથી ચાલે છે, કર્ણાટક પ્રગતિની નવી ઉંચાઈને આગળ ધપાવી રહ્યું છે. હું કર્ણાટકના લોકોના સુખ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.”
