બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચારકાર્ય સમાપ્ત
Live TV
-
બિહાર વિધાનસભાની ચૂંટણી અંતર્ગત આવતીકાલે બીજા તબક્કાના મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેને લઈને ચૂંટણી પ્રચાર ગઇકાલે સાંજે બંધ થઈ ગયો છે.
આ બીજા તબક્કાના મતદાનમાં રાજ્યના 17 જિલ્લાની 94 વિધાનસભા બેઠકો માટે ત્રીજી નવેમ્બરના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ 94 બેઠકો ઉપર કુલ 1463 ઉમેદવારો મેદાનમાં છે, તેમાથી 1316 પુરુષ ઉમેદવાર છે તો 146 મહિલા અને એક થર્ડ જેંડર ઉમેદવારનો સમાવેશ થાય છે. જ્યારે આ તબક્કામાં 513 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કાના મતદાનમાં જેડિયુના બે મંત્રીઓ ઉમેદવાર છે જેમાં નાલંદાથી સંસદીય મંત્રી શ્રવણ કુમાર અને હથુઆથી સમાજ કલ્યાણ મંત્રી રામ સેવક સિંહ ચૂંટણી લડી રહ્યા છે.
13 ઉમેદવાર પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે
જેડીયુએ બીજા તબક્કામાં 45 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જેમાંથી 13 ઉમેદવાર પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે બીજેપી 46 બેઠકો ઉપરથી ચૂંટણી લડી રહી છે. જેમાં બે મંત્રીઓ ચૂંટણી લડી રહ્યા છે. જેમાં પટણાસાહેબથી નંદ કિશોર યાદવ અને મધુવનથી રાણા રણધીર ચૂંટણી લડી રહ્યા છે. મહાગઠબંધનની વાત કરીએ તો રાજદે પોતાના 56 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જેમાં ગત ચૂંટણીમાં આ તબક્કાની બેઠકો ઉપરથી રાજદે 31 બેઠકો ઉપર જીત મેળવી હતી.
