Skip to main content
Settings Settings for Dark

મધ્યપ્રદેશ વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત, 28 બેઠકો ઉપરથી કુલ 355 ઉમેદવારો મેદાનમાં

Live TV

X
  • મધ્યપ્રદેશની 28 વિધાનસભાની પેટા ચૂટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ત્યારે આ બેઠકો ઉપર 3 નવેમ્બરે મતદાન થશે. જે માટે તમામ ઉમેદવારો તેમજ રાજકીય પક્ષોએ પ્રચાર માટે પુરી તાકાત લગાવી હતી. 

    કોરોના મહામારીને ઘ્યાનમાં રાખીને ચૂંટણી પંચે ખાસ વ્યવસ્થા કરી છે  

    કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ પેટા ચૂંટણીમાં, ચૂંટણી પંચે ખાસ વ્યવસ્થા હાથ ધરી છે. તમામ મતદાન કેન્દ્ર ઉપર મતદાન કર્મચારીઓને કીટ, સાથે સેનેટાઇઝર, એકસ્ટ્રા માસ્ક, તેમજ ચશ્માની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદારોને મતદાન કરવા માટે હાથના મોજા પણ આપવામાં આવશે. મતદાનનો સમય પણ સાંજે 6 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. 

    આ 28 બેઠકો ઉપરથી કુલ 355 ઉમેદવારો મેદાનમાં

    આ 28 બેઠકો ઉપરથી કુલ 355 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 333 પુરુષ અને 22 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં આ 28 બેઠકોમાંથી 27 બેઠકો ઉપરથી કોંગ્રેસનાં ઉમેદવાર વિજેતા બન્યા હતા. આ પેટા ચૂંટણીમાં શિવરાજ સરકારના એક ડઝન જેટલા મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર છે. જેમાંથી મોટાભાગનાએ જ્યોતિર્યાદિત્ય સિંધિયાના સમર્થનમાં કોંગ્રેસમાંથી રાજીનામાં આપી દીધા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply