સરકાર દ્વારા સમયાંતરે કરવામાં આવેલા પ્રયાસોના કારણે અર્થ વ્યવસ્થામાં સુધારાના સંકેતો
Live TV
-
કેન્દ્રિય નાણાં સચિવ અજય ભૂષણ પાંડેયએ કહ્યું છે કે, સરકાર દ્વારા સમયાંતરે કરવામાં આવેલા પ્રયાસોના કારણે અર્થ વ્યવસ્થામાં સુધારાના સંકેતો જોવા મળી રહ્યા છે.
એટલુ જ નહીં મોટા ભાગના ક્ષેત્રોમાં કોવિડ-19 પૂર્વેની સ્થિતિમાં પરત આવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, કોરોના મહામારી હજુ સુધી પૂર્ણ રીતે સમાપ્ત નથી, પરંતુ અર્થ વ્યવસ્થામાં સુધારાના સંકેતો જોવા મળી રહ્યા છે. જેનો અર્થ છે કે, અલગ અલગ સમય ઉપર વિભિન્ન સ્તરો ઉપર લેવાયેલા ઉપચારાત્મક ઉપાયોના પરિણામ જોવા મળી રહ્યા છે.
