બેંગલુરુ કાફે બ્લાસ્ટ કેસમાં NIAએ શંકાસ્પદને ઓળખવા નાગરિકોનો સહકાર માંગ્યો
Live TV
-
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ બેંગલુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસ સાથે જોડાયેલા શંકાસ્પદ વ્યક્તિનો વીડિયો જાહેર કર્યો છે અને શંકાસ્પદની ઓળખ કરવામાં નાગરિકોનો સહયોગ માંગ્યો છે. તેની સોશિયલ મીડિયા પોસ્ટ પર વીડિયો જાહેર કરતાં NIAએ કહ્યું કે જો નાગરિકોને શંકાસ્પદ વ્યક્તિ વિશે કોઈ માહિતી હોય, તો તેઓ 08029510900, 8904241100 પર કૉલ કરી શકે છે અથવા ઈ-મેલ કરી શકે છે. જે માટે NIA એ નાગરિકોને info[dot]blr[dot]nia[at]gov[dot]in પર ઈ-મેલ કરવા અનુરોધ કર્યો છે.
વધુમાં NIA એ કહ્યું હતું કે જે પણ આ કાર્યમાં જે પણ નાગરિકો સહાયક બનશે તેમની ઓળખ ગુપ્ત રહેશે.
