બેંગલુરુ ખાતે ત્રણ દિવસીય એરો ઈન્ડિયા શોનો સમાપન સમારોહ યોજાયો
Live TV
-
બેંગલુરુ ખાતે ત્રણ દિવસીય એરો ઈન્ડિયા શોનો સમાપન સમારોહ યોજાયો હતો, જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
બેંગલુરુ ખાતે ત્રણ દિવસીય એરો ઈન્ડિયા શોનો સમાપન સમારોહ યોજાયો હતો, જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા... સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, એરો ઈન્ડિયા રક્ષા ઉપકરણ નિર્માતાઓ માટે નવી તક ઊભી કરી રહ્યું છે... આ એરો ઈન્ડિયા દેશની અર્થવ્યવસ્થાને આગળ વધારવામાં ખૂબ જ મહત્ત્વનું સાબિત થશે.... એરો ઈન્ડિયામાં 45 સંગઠનોને 203 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે... સંરક્ષણ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આત્મનિર્ભર ભારતની દિશામાં સ્વદેશી રક્ષા ઉપકરણોના ઉત્પાદન પર ભાર મુકવામાં આવ્યો છે... ભારત અને રશિયાની સેનાઓ વચ્ચે સંયુક્ત રક્ષા અભ્યાસ પણ થયો હતો..આ એરો ઈન્ડિયા શોમાં 540 કંપનીઓએ હિસ્સો લીધો હતો...
