ભારતના હિતને સર્વોપરી રાખવું એ આપણો સામૂહિક ધર્મ છે - ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડ
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે આજે નવી દિલ્હીમાં 16મા નાગરિક સેવા દિવસની ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બોલતા, ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે સિવિલ સર્વિસ ડે એ સિવિલ સેવકો માટે પોતાને ફરીથી સમર્પિત કરવાનો અને તેમની પ્રતિબદ્ધતાને નવીકરણ કરવાનો પ્રસંગ છે. તેમણે કહ્યું કે 1947માં આ દિવસે ભારતના લોખંડી પુરૂષ- સરદાર વલ્લભભાઈ પટેલે સરકારી કર્મચારીઓને 'સ્ટીલ ફ્રેમ ઓફ ઈન્ડિયા' કહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતના હિતને હંમેશા સર્વોપરી રાખવું એ આપણો સામૂહિક 'ધર્મ' છે. નાગરિક સેવાના મહત્વ વિશે વાત કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે સૌથી અઘરી પરીક્ષા પાસ કર્યા પછી પણ નાગરિક કર્મચારીઓના નાણાકીય લાભોની ઉપલબ્ધ વિકલ્પો સાથે તુલના કરી શકાતી નથી. પરંતુ સિવિલ સર્વિસમાં કંઈક વિશેષ છે, જે સિવિલ સર્વન્ટને લોકોની સેવા અને ઉત્થાન માટે અનોખી તક આપે છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહ અને સરકારના વિવિધ વિભાગોના અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
