SCO ના સભ્ય દેશોના તાકીદની પરિસ્થિતિ નિવારણ વિભાગના વડાઓની બેઠક કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષપદે આજે દિલ્હીમાં યોજાશે
Live TV
-
શંઘાઈ સહકાર સંગઠન – SCO ના સભ્ય દેશોના તાકીદની પરિસ્થિતિ નિવારણ વિભાગના વડાઓની બેઠક કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષપદે આજે દિલ્હીમાં યોજાશે. આ બેઠકમાં ઉપસ્થિત રહેનાર પ્રતિનિધિઓ પોતાના દેશમાં ઊભી થયેલી તાકીદની પરિસ્થિતિ અને તેને નિવારવા લેવાયેલા પગલાંઓની જાણકારી આપશે. આ બેઠકમાં ભવિષ્યમાં SCO સંગઠનના કોઈપણ દેશમાં ઉભી થનારી તાકિદની પરિસ્થિતિમાં સંબંધિત દેશને સહકાર કઈ રીતે આપી શકાય તે મુદ્દે ચર્ચા વિચારણા કરાશે. આજની બેઠકમાં થનારી ચર્ચાના અંતે તાકીદની પરિસ્થિતિમાં ઝડપી પ્રતિભાવ આપવો અને તે સામે સજ્જતા કેળવવાનું આયોજન સરળ બનશે. આ બેઠકમાં ભાગ લેવા આવેલા SCO ના દેશોના વડા પૈકી કેટલાંક સાથે શ્રી અમિત શાહ અલગ બેઠક યોજી મંત્રણા કરશે.
