Skip to main content
Settings Settings for Dark

ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ યુવા અને રમતગમત મંત્રીઓની બેઠક વિશાખાપટ્ટનમમાં

Live TV

X
  • ભારતની બ્રિક્સ અધ્યક્ષતા 2026 હેઠળ શનિવારથી આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં બ્રિક્સ યુવા મંત્રીઓ અને રમતગમત મંત્રીઓની બે દિવસીય બેઠક યોજાશે.

    બેઠકમાં બ્રિક્સના તમામ 11 સભ્ય દેશોના મંત્રીઓ અને પ્રતિનિધિમંડળના વડાઓ ભાગ લેશે. બેઠકનો મુખ્ય હેતુ યુવા વિકાસ અને રમતગમત ક્ષેત્રે સભ્ય દેશો વચ્ચે સહયોગ મજબૂત કરવાનો છે.કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા બેઠકોની અધ્યક્ષતા કરશે, જ્યારે રાજ્યમંત્રી રક્ષા ખડસે પણ ઉપસ્થિત રહેશે. યુવા મંત્રીઓની બેઠકમાં શિક્ષણ, કૌશલ્ય વિકાસ, ઉદ્યોગસાહસિકતા, યુવા કલ્યાણ અને ટકાઉ વિકાસ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. બેઠકના અંતે ‘બ્રિક્સ યુવા મંત્રીઓનું સંયુક્ત ઘોષણાપત્ર’ અને ‘બ્રિક્સ યુવા સહયોગ માળખું’ અપનાવવામાં આવશે.

    23 ઓગસ્ટે યોજાનારી બ્રિક્સ રમતગમત મંત્રીઓની બેઠકમાં રમતગમત ક્ષેત્રે સહયોગ વધારવા અંગે ચર્ચા થશે. ભારતની બ્રિક્સ અધ્યક્ષતાનો વિષય ‘સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહયોગ અને સ્થિરતા માટે નિર્માણ’ છે.રમતગમત ક્ષેત્રે પરંપરાગત અને સ્થાનિક રમતો, સ્પોર્ટ્સ ટેકનોલોજી, રમતગમત સંબંધિત સાધનોનું ઉત્પાદન અને સંયુક્ત ઘોષણાપત્રને અંતિમ સ્વરૂપ આપવા જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવશે.કાર્યક્રમમાં ‘બ્રિક્સ ફ્રેન્ડશિપ સાયકલિંગ ઇવેન્ટ’, દ્વિપક્ષીય બેઠકો અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. બ્રિક્સના 11 સભ્ય દેશો—બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, ઇન્ડોનેશિયા, ઈરાન, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાત—ના પ્રતિનિધિમંડળો ભાગ લેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-08-2026 Max Temp : °C Min Temp : °C
apply