Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2026 માટે 48 શિક્ષકોના નામ જાહેર

Live TV

X
  • શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2026 માટે 48 શિક્ષકોના નામ જાહેર કર્યા છે.

    શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ઉપરાંત કેન્દ્રીય વિદ્યાલય સંગઠન, નવોદય વિદ્યાલય સમિતિ, સૈનિક શાળાઓ, આદર્શ જનજાતીય શાળાઓ અને PM શ્રી શાળાઓના શિક્ષકોનો પણ સમાવેશ થાય છે.

    પસંદ કરાયેલા શિક્ષકોમાં અંડમાન અને નિકોબાર દ્વીપસમૂહના જે. પ્રકાશ રાવ, આંધ્ર પ્રદેશના રાજેશ કૌલુરી, અરુણાચલ પ્રદેશના યાકુ તામે, આસામના રાજેશ બોરદોલોઈ, દિલ્હીની સુમન ગોયલ અને એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના ઝફર આલમનો સમાવેશ થાય છે.અન્ય પસંદગી પામેલા શિક્ષકોમાં ગોવાના મહાદેવ હનમંત શિંદે, ગુજરાતના નિતિનકુમાર મહેન્દ્રકુમાર પાઠક, હરિયાણાના અનિલ કૌશિક, હિમાચલ પ્રદેશના મંજરિ વી. મહાજન, જમ્મુ-કાશ્મીરના મોહમ્મદ અયાઝ રૈના અને મધ્ય પ્રદેશની અર્ચના શુક્લાનો સમાવેશ થાય છે.યાદીમાં મહારાષ્ટ્ર, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ અને લદ્દાખ સહિત અન્ય વિસ્તારોના શિક્ષકોના નામ પણ સામેલ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-08-2026 Max Temp : °C Min Temp : °C
apply